દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી: દર વર્ષે સરકાર આપશે ૧૦,૮૦૦ રૂ ની સહાય

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી: દર વર્ષે સરકાર આપશે ૧૦,૮૦૦ રૂ ની સહાય. દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સહાય અરજીની મુદત વધારાઈ

મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચમાં આર્થિક સહાય આપવા માટે ગત વર્ષથી યોજના અમલમાં મુકાઈ હતી. આ યોજનામાં જિલ્લાના ૧,૯૩૦ ખેડૂોએ પ્રતિ વર્ષ રૂ. ૧૦,૮૦૦ની સહાય મેળવવા અરજી કરી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨ માટે ખેડૂતો વધુમાં વધુ અરજી કરી શકે તે માટે આગામી ૧૯મી ઓકટોબર સુધી મુદ્તમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષના લાભાર્થીઓને અરજી કરવાની રહેશે નહીં.

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી

આગામી સમયમાં ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ ઉત્પાદન ઉત્પાદન મેળવવા વધુમાં વધુ ખેડૂતો ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે સરકાર તરફથી વર્ષ ૨૦૨૦-૨૧થી સહાય યોજના શરૂ કરી હતી. જેમાં ઓછામાં ઓછી એક એકર જમીનમાં ગાયના છાણ, ગૌમૂત્રથી ખેતી કરતા હોય, પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા ખાતાના એક ખેડૂતને એક ગાયની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ની મર્યાદામાં આર્થિક ચુકવાય છે.

મહેસાણા જિલ્લામાં ગત વર્ષે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ૧,૯૩૦ ખેડૂતોએ આર્થિક સહાય મેળવી હતી. આગામી વર્ષમાં વધુમાં વધુ ખેડૂતો યોજનાનો લાભ મેળવે તે માટે સરકારે અરજી કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે.

Also Read: પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના: મહિલાઓને મળશે 6000/- ની સહાય

અરજી ક્યા કરશો?

  • અરજી બાદ જરૂરી દસ્તાવેજો દિન-૭માં ગ્રામસેવક, બીટીએમ, એટીએમ અથવા પ્રોજેક્ટ ડાયરેકટર આત્માની કચેરીએ રજૂ કરવાના રહેશે.
  • ખેડૂતો આ યોજનનાનો લાભ લેવા માટે ૧૯મી ઓકટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

નોધ. વધુ વિગતવાર તેમજ સચોટ માહિતી માટે Ikhedut ઓફિસીયલ વેબસાઇટની મુલાકાત લો.

Source By Ikhedut